👉 " ગરીબના દિલની અમીરી " એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા. દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને
પારલે -G આજ હું વાત કરું છું .બિસ્કીટ ની હું નાનો હતો તયારે થી હું બજારમાં જોવ છું. આ બિસ્કીટ આજથી 40 વર્ષ પહેલાં અમો સ્કુલ માં 15 મી ઓગસ્ટ કે 26 મી જાન્યુઆરી આ અમો ને આપવા માં આવતા તે ઘણાં ને યાદ હશે..આ બિસ્કિટ ના ડબા માં પેક આવતા.અને ત્યરે આપતા ત્યરે અમો ઘરે આવી ને ખાતા..આ આઝાદી ની ભેટ મને આજે પણ એવીજ યાદ છે. પાર્લે જી બિસ્કીટ ..... ભલે લોકો ગમેતેમ કહે.....કોઇક તો કહે છે એને કુતરાય સુંધતા નથી.. એ એટલા સસ્તા છે કે એનુ પેકેટ હાથ મા લઇ ને નિકળતા કેટલાક માણસ શરમાય છે. !!! . છેલ્લા ૫૦ વર્ષ થી એકજ કવોલીટી ના આ પાર્લેજી ને હુ જોતો આવ્યો છુ.. એનો ભાવ પણ ભારતીય ખાદ્ય પદાર્થો માં સૌથી સ્થિર છે.. હવે આખા દિવસ ના પ૦ રૂપીયા કમાઇ ના શકનાર માટે દસ પંદર રૂપીયામાં આનાથી વધુ સસ્તો ખોરાક કે એનાથી વધુ પૌષ્ટીક ખોરાક તમે કલ્પી શકો તેમ છો ? બે ત્રણ વખત ચા સાથે ખાઇ ને માણસ દહાડો કાઢી શકે છે !!! ગરીબ કયાંથી સો બસો રૂપીયાની ભોજન ડીસ જમી શકવાના ?? માનવ વસ્તિ વધી છે એમ કુતરાને રોટલા નાખનારા વધ્યા છે.. સોસાયટી ઓ ના ધણા કુતરા ધી વગર ની ભાખરી કે રોટલી પણ ખાતા નથી... ખાત્રી કરી લેજો.. કેમકે