મુખ્ય સામગ્રી પર જાઓ

બ્રાઝિલમાં ૩૦ લાખ ગીર ગાયો છતાં એક પણ ભૂખી રખડતી નથી

બ્રાઝિલમાં ૩૦ લાખ ગીર ગાયો છતાં એક પણ ભૂખી રખડતી નથી
******************************************************************
ભારતમાંથી ક્રમશ ખરીદેલી ગીર અને ઓંગલ જેવી ઓલાદે ક્રાંતિ સજી
બ્રાઝીલના પશુપાલકો આ ભારતીય પશુધન માટે ગૌરવ અનુભવે છે
*******************************************************************
ભારતમાં ગાયના મુદ્વે દાયકાઓથી રાજકારણ ચાલે છે જયારે બ્રાઝિલમાં ભારતની ૩૦ લાખથી વધુ ગીર ગાયોએ તેના અર્થતંત્રને મજબૂત બનાવ્યું છે.૧૯૩૦માં દુનિયામાં ગ્રેટ ડિપ્રેશનનો સમય ચાલતો હતો ત્યારે બ્રાઝિલની ઇકોનોમી ખલાસ થઇ ગઇ હતી.તેની પાસે સારી ઓલાદના પશુઓ ન હોવાથી દૂધ ઉત્પાદન સાવ ઘટી ગયું હતું. આવા સંજોગોમાં ભારતમાંથી ક્રમશ ખરીદેલી ગીર અને ઓંગલ જેવી ઓલાદે ક્રાંતિ સર્જી છે.

ખાસ કરીને ગીર ગાય  દૂધ ઉત્પાદન અને ઓલાદ સંવર્ધન માટે હુકમનો એકકો સાબીત થઇ છે. બ્રાઝિલમાં ગીર ગાય ૧૦ લાખથી વધુ પરીવારોને રોજગારી આપે છે. બ્રાઝિલમાં ૩૪.૫ બિલિયન લિટર ગાયનું દૂધ ઉત્પાદન થાય છે તેમાં પણ ગીરનો સિંહફાળો છે. આથી જ તો બ્રાઝિલ ગાયનું દૂધ ઉત્પાદન કરતા દુુનિયાના ટોપ ૧૦ દેશોમાં સ્થાન ધરાવે છે.

ભારતમાં શુધ્ધ ઓલાદની ગાયો ઘટી રહી છે જયારે બ્રાઝિલ પાસે ગુજરાતની ગીર,કાંકરેજ અને આંધ્રપ્રદેશની ઓંગલ જેવી ગાયોની સંખ્યા વધી રહી છે.આથી એક સમયે શુદ્ધ ભારતીય ઓલાદની ગાયો બ્રાઝિલથી આયાત કરવી પડે તો પણ નવાઇ નહી. ભારતમાં આજે ગાયને નેતાઓએ રાજકિય મુદ્વો બનાવી  દિધો છે તેના સંરક્ષણ અને સંવર્ધનની ખોખલી વાતો થાય છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Devayat khavad || સુરવીરતાં ની વાતો ..દેવાયત ખવડ

દેશી ભાણું

અમારુ કાઠિયાવાડી ભાણું...!      હેમાળાનો ટાઢોબોળ વા વાતો હોય, કડકડતી ટાઢ્યમાં ભૂખ ભમરાળી ગાંડી થઈ હોય એવામાં વાળુટાણે ચાંચ બંદરનો દેશી બાજરો ઘંટલે દળ્યો હોય, લાકડાની કથરોટમાં સાત પાણીએ લોટ મહળ્યો હોય, ત્રણ પાણાનો મંગાળો કરી અડાયા છાણાંના ધીમા તાપે રોટલો ચડવ્યો હોય અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસના માખણનો લોંદો લહરતો જાતો હોય, શિયાળબેટના રીંગણાને ભઠ્ઠામાં શેકી માંડવીના તેલમાં વધારેલો ઓળો હોય ને માથે કોથમીરના પાંદડા વેરેલા હોય, થાળીની કોરે અડીંગો જમાવી બેઠેલો રબડાનો દેશી ગોળ ચટણી હારે વાતો કરતો જતો હોય અને બાજુમાં લીલી હળદરના ગોળ પતીકા ટોળું વળીને ઊભા હોય, રાયના બોળાવાળી દેશી ગાજરની ચીરિયું રાહે બેઠીયુ હોય, કડવા કોઠીંબડાંની કાચરીઓ મોઢું ફાડીને હહતી હોય, કાંહાની તાહળીમાં ભગરી ભેંસનું શેડકઢુ દુધ દેખા દેતું હોય અને એવામાં જો ભઠ્ઠે શેકેલા ગોંડળીયા બે લાલ મરચા થાળીમાં ધૂબકો મારે તો ધબધબાટી બોલાવી દેય....!       રોટલો અને મરચું અમીર અને ગરીબ બન્નેના ભાઈબંધ, આ બન્નેની જુગલબંધી તો જમાવટ કરાવી દેય. ગુજરાતીમાં પણ જો વધારે તીખા માણસો હોય તો અમે કાઠિયાવાડી..., બાળપણમાં ગામડે
માણસ આગળ શિક્ષણ અને સંપતિ હોય એટલે એવૂં ના સમજી લેતા કે ત્યાં સંસ્કાર હશે જ, જો એવૂં જ હોય તો વ્રૃધ્ધાશ્રમ માં આંટો મારી લે જો સાહેબ ખબર પડી જશે એ કેટલા ભણેલા અને કેવી સંપતિ ના માલિક ના પરિવાર ના માલિક હતા...