મુખ્ય સામગ્રી પર જાઓ

મહિલા ખેડૂતની સિદ્ધી

મહિલા ખેડૂતની સિદ્ધી, દોઢ વિઘા જમીનમાં કરી 5 લાખની કમાણી
*************************************************************
મહેસાણાની એક ખેડૂત મહિલાએ નવો રાહ ચીંધ્યો છે માત્ર દોઢ વિઘા જમીનમાં આધુનિક ખેતી કરીને 5 લાખ કરતા વધુની આવક કરી રહ્યા છે અને સમાજે અને સરકારે તેમને અનેક પ્રોત્સાહન પુરા પડ્યા છે અને એવોર્ડથી પણ નવાજ્યા છે હાલમાં આશરે દોઢ ટન કાકડી પકવીને તેમને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે.

મહેસાણા નજીકનાં મોટીદાઉ ગામનાં સરોજબેન પટેલ દેશનાં સફળ મહિલા ખેડૂત બન્યાં છે. ખેતીમાં નવિન પ્રયોગો અને સંઘર્ષમય સફળતા હાંસલ કરનારી દેશની 50 મહિલાઓ પૈકી એમનું પણ સન્માન થયું છે. તેમને દિલ્હી ખાતે કેન્દ્રિય કૃષિમંત્રીના હસ્તે મહિલા કિસાન એવોર્ડથી સન્માન કરાયા છે અને રાજ્ય સરકારે તેમને તાલુકા સહિત જિલ્લા અને રાજ્યના બેસ્ટ મહિલા ખેડૂતનો એવોર્ડ પણ આપી ચુક્યા છે.

સરોજબેન પટેલ આમ તો એમ.એ એફિલ સહિત બી.એડનો આભ્યાસ કરી હાલમાં તેમના ખેતરમાં એક સારા શિક્ષકની ભૂમિકા અદા કરે છે અને મહેસાણામાં તેમની ખેતીના પાક માટે વેપારી પણ થનગની જાય છે. તાજેતરમાં દેશમાં ખેતીમાં સફળ મહિલાઓની જીવનગાથા સાથે દિલ્હીમાં રિયાલીટી શો યોજાયો હતો. જેમાં પણ 81 માર્ક્સ સાથે સરોજબેનની પસંદગી ગુજરાતમાં પ્રથમ રહી હતી. મહિલા ખેડૂત તરીકે નામના ધરાવતા સરોજબેન પટેલ ગ્રીનહાઉસમાં ખેતી કરી રહ્યાં છે.

એક એકરમાં ટપક પદ્ધતિથી ખીરા કાકડીના વાવેતરમાં દોઢ ટન ઉત્પાદન મેળવીને બીજા રાઉન્ડમાં વાવેતર કર્યું છે. અત્યારે જમીનમાં રોગ આવતાં તેમના જાત અનુભવ થકી કાકડીનું ઉત્પાદન શરૂ કર્યું છે. સરોજબેને એક એકરમાં વાવતેર પછી આ બીજા ઉતારામાં દોઢ ટન કાકડી થઇ છે. કિલોએ રૂ.20 થી 35 સુધી ભાવ મેળવી રહ્યા છે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વૈવિધ્ય પાક ઉત્પાદન કરતાં સરોજબેનને ખેતીમાં સફળતા બદલ દિલ્હીમાં કૃષિમંત્રી રાધામોહન તેમજ રૂપાલાના હસ્તે એવોર્ડ અર્પણ પણ થયો છે.

એક તરફ આજે ખેડૂતો દેવાના ડુંગર નીચે આવી ગયા છે તેવામાં આજે મહિલા ખેતી ન કરી શકવા માટે ટેવાયેલા સભ્ય સમાજને સરોજ બેન મહિલા ખેડૂતની નામના મેળવીને સમાજને એક નવો ચીલો આપી રહ્યા છે. બીજી તરફ વર્ષે 5 લાખ કરતા વધુની આવક મેળવીને એક નવો રાહ બીજી મહિલા ને આપી રહ્યા છે  woman-farmer-earns-5-lakhs-in-one-and-a-half-bigha-land/

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...

મેરેજ

જેવી રીતે નાના બાળકને સમજાવી ફોસલાવી નિશાળે ભણવા લઈ જાય, એવી જ રીતે એકવીસમી સદીના પ્રારંભે ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે સગા સ્નેહીઓ ભેગા મળી એક મૂરતિયાને સમજાવી ફોસલાવી ગૃહસ્થાશ્રમની પાઠશાળાએ ભણવા લઈ ગયા. પગથીએ ઊભો રાખી ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે સાસુમાએ નાક ખેંચી મંડપ પ્રવેશ કરાવ્યો. જમણી બાજુ બેઠેલી જાનડીયુ મીઠા મધુરા ગીતાે ગાતી હતી તો ડાબી બાજુ ડાબેરીઓ જેવી માંડવીયુ ભવા ચડાવીને ફટાણા ફોડતી હતી, તો પાછળ બેસી માંખ્યુ ઉડાડતુ મિત્રવર્તુળ માંડવીયુ ઉપર નજર માંડીને પોતાનુ ભવિષ્ય શોધવામા મશગૂલ હતું. એવામાં ગોરદાદાએ ખભે ગમ્છો નાંખી હાકલો પાડ્યો ‘સમય વર્તે સાવધાન..., કન્યા પધરાવવાનો સમય...!!! ત્યાં તો યુવાનીના ઉંબરે ઊભેલી એક નાજુક નમણી નારને બાવડુ પકડી બહેનપણીઓ માંડવામા લઈ આવી. વાશી ઉત્તરાયણના પતંગને લંગર નાખી લપેટે એમ કન્યાએ વરરાજાની ડોકમાં વરમાળા નાંખી લૂંટી લીધો. કુંવારા ભાઈબંધોએ પોતાના શમણાઓને દબાવીને તાળીઓના ગડગડાટથી પ્રસંગને વધાવી લીધો. ગોરદાદાએ બે છેડાની ગાંઠ બાંધી ત્યાં તો જાનડીયુએ ગીત ઉપાડ્યું..., રામે ધનુષ્ય ભાંગ્યુ રે સદાશિવનું રે... ત્યાં તો આવ્યા છે પરશોરામ, ધનુષ્ય ક...