બરડા ડુંગર ફરતે ઐતિહાસિક સ્મારકો
જેતાવાવ, નવલખા મહેલ, સોન કંસારીના ડેરા સહિત રમણીય વિસ્તારને વિકસાવવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગ ધમધમેદેવભૂમિ દ્વારાક જિલ્લામાં ભાણવડથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા બરડા ડુંગર વિસ્તારમાં અનેક પર્યટન સ્થળો ઉપરાંત ઐતિહાસિક સ્મારકોનો લખલૂટ ખજાનો હોવા છતાં અન્ય પ્રવાસન સ્થળોની સરખામણીએ અહીં ઓછા પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ પુરી પાડીને સ્થળને વિકસાવવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગ ધમધમી શકે તેમ છે.
ઐતિહાસિક ધૂમલી ગામનો ગૌરવવંતો ઇતિહાસ પણ બેજોડ છે. દસમી સદીના અનેક શિલ્પ અને સ્થાપત્યો અહીં અસ્તિત્વમાં છે. જેમાં મૈત્રક મંદિરોના અનેક સ્મારકો છે.
ધૂમલી અને આજુબાજુ સૌથી વિશેષ સંખ્યાનાં મંદિરો મૈત્રક કાલીન મંદિરો છે. ધૂમલીમાં સોનકંસારી મંદિર સમુહનાં મુખ્ય ચાર મંદિરો મૈત્રક મંદિરો છે. ભૃગકુંડનું હાલ સાધુના નિવાસસ્થાનવાળું મંદિર મૈત્રખ છે. બાજુના મેવાસાનું છેલેશ્વર મંદિર, ભવનેશ્વરનું ભગ્ન મંદિર અને પાસ્તરમાં સદેવંત સાવલિંગાનું મંદિર વગેરે આ વિસ્તારમાં મૈત્રક મંદિરો છે. આ મંદિરોમાં શિવ, વિષ્ણુ અને સૂર્યનાં મંદિરો છે.
પર્વત ઉપર દેવાલયો
ગુજરાતમાં પ્રાપ્ત મંદિરોમાં ગોપ મંદિર અને જૂનાગઢનું દામોદરરાયનું મંદિર તેમજ સોનકંસારીનું વિષ્ણુ મંદિર બાદ કરતા બાકીના મંદિરો મૈત્રિકકાલીન છે. મૈત્રક રાજ્યના જેમ સંખ્યાબંધ અભિલેખો મળ્યા છે, તેમ આ રાજ્યકાળ દરમિયાન બંધાયેલાં મંદિરોની સંખ્યા ઘણી મોટી છે. સમગ્ર ભારતીય મંદિર પરંપરામાં મૈત્રક મંદિરો એની આગવી વિશિષ્ટતા રાખે છે. આ કાળના એઠલે કે ઇ।સ.ની છઠ્ઠી, સાતમી અને આઠમી સદીનાં મંદિરો વરાહમિહિરની 'બૃહતસંહિતા'ને આધારે બંધાયેલા છે. બૃહત્ સંહિતામાં 'પ્રાસાદલક્ષણમ્' નામનો એક ખાસ અધ્યાય આપવામાં આવ્યો છે. આ 'પ્રાસાદલક્ષણમ્' માં મંદિરો બાંધવા વિશેના ચોક્કસ વિધાનો મળે છે. આ ગ્રંથમાં પ્રકૃતિના વિરલ સ્વરૃપોની મધ્યે એટલે કે પર્વત ઉપર ,નદી કિનારે કે સંગમસ્થાને દેવાલયો બાંધવાનું જણાવાયું છે. અદ્યાપિપ્રાપ્ત મૈત્રક મંદિરો પ્રકૃતિનાં આવા સ્વરૃપોની મધ્યે આવેલાં જણાય છે. મૈત્રક મંદિરોની વિશિષ્ટતા ખાસ કરીને એની શિખર શૈલીમાં જોઇ શકાય છે. આ શૈલી ત્રણ પ્રકારની છે. છાદ્યાન્વિત શિખરશૈલી, રેખાન્વિત શિખરશૈલી અને વલ્લભી છાંદજ શિખરશૈલી... આ શૈલીઓમાં છાદ્યાન્વિત શિખરશૈલીમાં પગથિયાના આકારે શિખર બંધાયેલું હોય છે.
ભૃગુકુંડ
ધૂમલી ભૃગુકુંડ ઉપર આવેલું મૈત્રક મંદિર હાલ તદ્દન ભગ્ન હાલતમાં છે. આ મંદિરની માત્ર પીઠિકા જ બચેલી છે અને એ પીઠિકા ઉપર સાધુ-બાવાઓઓએ પોતાનાં રહેણાંક માટે ઓરડો બાંધેલો છે. અવશિષ્ટ રહલેી આ પીઠિકા મૈત્રકકાલીન ચૈતન્યબારીનાં શિલ્પો ધરાવે છે. સંભવતઃ આ વિષ્ણુ મંદિર હતું કારણકે પીઠિકામાં ક્યાંય જલધારીની નિશાની જોવા મળતી નથી.
નવલખા મંદિર તથા ગણેશ મંદિર
આ ઉપરાંત ધૂમલીના નવલખા મંદિર પાસે આવેલું ગણેશ મંદિર પણ મૈત્રકકાલીન હોવાનું ઘણા વિદ્વાનો માને છે. જો કે આ મંદિર એની ઊંચાઇને કારણે સૈંધવ મંદિર હોય એમ લાગે છે.
આભપરો તથા બરડો ડુંગર અને બાપુની વાવ
ધૂમલીની નજીકમાં જ આવેલ ત્રિકમાચાર્યજી બાપુની વાવ ઉપરાંત બરડા ડુંગ રઅને તેની ટોચે આભપરા પર્વત ઉપર મંદિર તથા તળાવ સહિતના પર્યતન સ્થળો તેમજ નજીકમાં આવેલ કિલેશ્વર અને બિલેશ્વર મંદિરો, મોડપરનો ઐતિહાસિક ગઢ સહિત અનેક જગ્યાઓ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોવા છતાં અનેક અસુવિધાઓનેક ારણે પૂરતો વિકાસ થઇ શકતો નથી.
આમ, સરકારે બરડા ડુંગર નજીકનાં આ પર્યતન ધામોનો વિકાસ કરવા માટે પુરતી સુવિધાઓ વધારવી જરૃરી બની છે.
I am eco tourist guide
જવાબ આપોકાઢી નાખોBarda wildlife sancurey