મુખ્ય સામગ્રી પર જાઓ

પારલે -G

પારલે -G


આજ હું વાત કરું છું .બિસ્કીટ ની હું નાનો હતો તયારે થી હું બજારમાં જોવ છું. આ બિસ્કીટ આજથી 40 વર્ષ પહેલાં અમો સ્કુલ માં 15 મી ઓગસ્ટ કે 26 મી જાન્યુઆરી આ અમો ને આપવા માં આવતા તે ઘણાં ને યાદ હશે..આ બિસ્કિટ ના ડબા માં પેક આવતા.અને ત્યરે આપતા ત્યરે અમો ઘરે આવી ને ખાતા..આ આઝાદી ની ભેટ મને આજે પણ એવીજ યાદ છે.

પાર્લે જી બિસ્‍કીટ.....


ભલે લોકો ગમેતેમ કહે.....કોઇક તો કહે છે એને કુતરાય સુંધતા નથી.. એ એટલા સસ્‍તા છે કે એનુ પેકેટ હાથ મા લઇ ને નિકળતા કેટલાક માણસ શરમાય છે. !!! . છેલ્‍લા ૫૦ વર્ષ થી એકજ કવોલીટી ના આ પાર્લેજી ને હુ જોતો આવ્‍યો છુ.. એનો ભાવ પણ ભારતીય ખાદ્ય પદાર્થો માં સૌથી સ્‍થિર છે.. હવે આખા દિવસ ના પ૦ રૂપીયા કમાઇ ના શકનાર માટે દસ પંદર રૂપીયામાં આનાથી વધુ સસ્‍તો ખોરાક કે એનાથી વધુ પૌષ્‍ટીક ખોરાક તમે કલ્‍પી શકો તેમ છો ? બે ત્રણ વખત ચા સાથે ખાઇ ને માણસ દહાડો કાઢી શકે છે !!!

 ગરીબ કયાંથી સો બસો રૂપીયાની ભોજન ડીસ જમી શકવાના ?? માનવ વસ્‍તિ વધી છે એમ કુતરાને રોટલા નાખનારા વધ્યા છે.. સોસાયટી ઓ ના ધણા કુતરા ધી વગર ની ભાખરી કે રોટલી પણ ખાતા નથી... ખાત્રી કરી લેજો.. કેમકે સોસાયટી ના બે પાંચ કુતરાઓ ને ખાવાનુ દેવા વાળા પ૦ થી ૧૦૦ ધર હોય છે..તો કુતરા બીસ્‍કીટ તો કયાંથી ખાય ?? પણ ઝુપડપટીના ભૂખ્‍યા બાળકો ને એ જીવવા નો ખોરાક છે.. પાર્લે કુ. પરદેશ ની છે.. અનેક પ્રોડકટો મોંધી મોંધી પણ એની બજાર માં છે.. છતા ય એમણે આ એક પ્રોડકટ ગરીબ માટે નફા વગર કે સાવ મામુલી નફે કે ખોટ થી પણ ચાલુ રાખી છે.. એ તો કહેવુ પડશે.. અને એમા ખાંડનુ પ્રમાણ પણ જાળવ્‍યુ છે.. વર્ષો થી... એજ પાર્લેજી ... એજ લેબલ.. એજ કવોલીટી... એજ ભાવ....ભલે લોકો ગમેતેમ કહે.. સરકાર ગમે તે હોય... ગરીબ પાસે પાર્લે જી બીસ્‍કીટ તો છે જ... વળી હાઇજેનીક.. શુધ્‍ધ... અને.. કદી કોઇ સડેલ કે તબિયત ને નુકશાન કર્તા નથી... તમારી ભેળપુરી કે પીઝા બર્ગર કરતા ય શુધ્‍ધ..પાર્લે જી બિસ્‍કીટ.....

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Devayat khavad || સુરવીરતાં ની વાતો ..દેવાયત ખવડ

દેશી ભાણું

અમારુ કાઠિયાવાડી ભાણું...!      હેમાળાનો ટાઢોબોળ વા વાતો હોય, કડકડતી ટાઢ્યમાં ભૂખ ભમરાળી ગાંડી થઈ હોય એવામાં વાળુટાણે ચાંચ બંદરનો દેશી બાજરો ઘંટલે દળ્યો હોય, લાકડાની કથરોટમાં સાત પાણીએ લોટ મહળ્યો હોય, ત્રણ પાણાનો મંગાળો કરી અડાયા છાણાંના ધીમા તાપે રોટલો ચડવ્યો હોય અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસના માખણનો લોંદો લહરતો જાતો હોય, શિયાળબેટના રીંગણાને ભઠ્ઠામાં શેકી માંડવીના તેલમાં વધારેલો ઓળો હોય ને માથે કોથમીરના પાંદડા વેરેલા હોય, થાળીની કોરે અડીંગો જમાવી બેઠેલો રબડાનો દેશી ગોળ ચટણી હારે વાતો કરતો જતો હોય અને બાજુમાં લીલી હળદરના ગોળ પતીકા ટોળું વળીને ઊભા હોય, રાયના બોળાવાળી દેશી ગાજરની ચીરિયું રાહે બેઠીયુ હોય, કડવા કોઠીંબડાંની કાચરીઓ મોઢું ફાડીને હહતી હોય, કાંહાની તાહળીમાં ભગરી ભેંસનું શેડકઢુ દુધ દેખા દેતું હોય અને એવામાં જો ભઠ્ઠે શેકેલા ગોંડળીયા બે લાલ મરચા થાળીમાં ધૂબકો મારે તો ધબધબાટી બોલાવી દેય....!       રોટલો અને મરચું અમીર અને ગરીબ બન્નેના ભાઈબંધ, આ બન્નેની જુગલબંધી તો જમાવટ કરાવી દેય. ગુજરાતીમાં પણ જો વધારે તીખા માણસો હોય તો અમે કાઠિયાવાડી..., બાળપણમાં ગામડે
માણસ આગળ શિક્ષણ અને સંપતિ હોય એટલે એવૂં ના સમજી લેતા કે ત્યાં સંસ્કાર હશે જ, જો એવૂં જ હોય તો વ્રૃધ્ધાશ્રમ માં આંટો મારી લે જો સાહેબ ખબર પડી જશે એ કેટલા ભણેલા અને કેવી સંપતિ ના માલિક ના પરિવાર ના માલિક હતા...