મુખ્ય સામગ્રી પર જાઓ

ગરીબના દિલની અમીરી

👉 " ગરીબના દિલની અમીરી "

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા.
આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.

રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો. પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"

ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."

ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.

( સત્યઘટના )

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...