મુખ્ય સામગ્રી પર જાઓ

ગૌચર થયાં ગુમ

🙏 #જય_શ્રી_ફક્કડાનાથ 🙏


"#ગૌચર" શબ્દ આમ તો ચવાઈ ગયેલ શબ્દ કરતાં ચરાઈ ગયેલો શબ્દ કહેવું મારા મતે વધુ યોગ્ય કહેવાશે. પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ શબ્દ ઘણાં વર્ષોથી આશાનું આથમેલુ કિરણ સાબિત થઈ રહ્યુ છે. પશુઓ માટે ચરિયાણ ની પુરતી જમીન આપવી તે તંત્રની મુળભુત ફરજ છે અને પશુપાલકો નો મુળભુત અધિકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી. તંત્ર ફરજ ચુકી રહ્યુ છે તે સૌ જાણે છે અને ઘણા સંગઠનો નિંદ્રાધીન તંત્ર ને જગાડવા માટે પણ મથી રહ્યા છે પણ પરિણામ કેટલું ??  એ તો મહેનત કરનાર જ જાણે. શ્ર્વેત ક્રાન્તિ નો યશ લેનારાઓ ગુમ થયેલા ગૌચરો નો પણ યશ લે તો કેવુ સારું ?? સરકારશ્રી દ્વારા પણ ગૌ અને ગૌચર વિકાસ નિગમ નામનું એક સરસ મજાનું આર્ટીફીશીયલ (દેખાવડું)  સ્વતંત્ર નિગમ કામ કરી રહ્યુ છે પણ તે ગૌચર વિકાસ-સુધારણા અને ચરિયાણ જમીન બચાવવા મહેનત કરે છે કે ચરી જનારા ને મજબુત કરવા મથે છે તે કદાચ કોઈ જાણી શક્યુ હોય એવુ જણાતું નથી. "ન્યાય નિતી સૌ નાના ને મોટાને સૌ માફ" ના નિયમ મુજબ આ બધા જ તાયફાઓ ને અંતે ભોગવવાનું તો સામાન્ય માલધારી અને પશુપાલક ને જ આવે છે. પશુપાલકો નો માલ ગુમ થયેલા ગૌચરોની શોધમાં જયારે કોઈ ખેડૂતના પાકને ભુલથી ચરી જાય તો ભેલાણ ના મજાના કાયદાકીય નેજા નીચે ના કરવાનુ ઘણું બધું વહીવટ ની રીતે થતુ હોય છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ પશુપાલનનો ધંધામા પણ આવશ્યકતા અને સાચી ઉપલબ્ધતા એ એક સિક્કા ની બે બાજું જ છે. જેની આવશ્યકતા છે તે ઉપલબ્ધ છે ખરૂં ? ઉપલબ્ધ કરાવવાની જેની ફરજ અને જવાબદારી છે તેણે તે જરૂરિયાતો ઉપલબ્ધ કરાવી છે ખરી ? આ બીજી બાજુ નો વિચાર કે ચર્ચા શા માટે નથી કરવામા આવતી ? આ માલધારીની એવી કઈ મજબુરી છે કે એને સીમ-શેઢે ખેતરે-ખેતરે પામર પશુઓના પેટ ભરવા માટે ચરિયાણ શોધવા પડે છે તે બાજુ નો વિચારસુધ્ધાં કહેવાતા બુદ્ધિજીવી લોકો ને આવતો નથી તે કરુણતા સાથે આપણી લાચારી પણ છતી કરે છે. રોડ-રસ્તાની ચિંતા કરનાર ગૌચરની પણ ચિંતા કરે, ડબ્બા મા પુરવાની મહેનત કરનારા 'વાડા' મા માલઢોર પુરાય તે માટે 'વાડાઓ' અપાવવાની પણ મહેનત કરે તેવી માત્ર અપેક્ષા રાખી શકીએ. બાકી માલધારી તો આમ પણ પેહલે થી જ મુસીબતો ને વેંઢારનાર માણસ બની જેવી હોય તેવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધીને પોતાનું જીવન અને માલઢોર બધુ જ ઠાકર ભરોસે ચલાવ્યે જાય છે. હવે જોવું એ રહ્યુ કે માલધારીયત નુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કોણ વહેલું જાગે છે અને અરે ! ભાઈ, હવે કોણ આવે છે ?? નો આશાવાદી માલધારી સમાજને હકારાત્મક જવાબ આપે છે....

    ✍ #યુવા_માલધારી ✍
 #મનીષ_રાહાભાઈ_જોગરાણા      
             #ઝમરાળા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Devayat khavad || સુરવીરતાં ની વાતો ..દેવાયત ખવડ

દેશી ભાણું

અમારુ કાઠિયાવાડી ભાણું...!      હેમાળાનો ટાઢોબોળ વા વાતો હોય, કડકડતી ટાઢ્યમાં ભૂખ ભમરાળી ગાંડી થઈ હોય એવામાં વાળુટાણે ચાંચ બંદરનો દેશી બાજરો ઘંટલે દળ્યો હોય, લાકડાની કથરોટમાં સાત પાણીએ લોટ મહળ્યો હોય, ત્રણ પાણાનો મંગાળો કરી અડાયા છાણાંના ધીમા તાપે રોટલો ચડવ્યો હોય અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસના માખણનો લોંદો લહરતો જાતો હોય, શિયાળબેટના રીંગણાને ભઠ્ઠામાં શેકી માંડવીના તેલમાં વધારેલો ઓળો હોય ને માથે કોથમીરના પાંદડા વેરેલા હોય, થાળીની કોરે અડીંગો જમાવી બેઠેલો રબડાનો દેશી ગોળ ચટણી હારે વાતો કરતો જતો હોય અને બાજુમાં લીલી હળદરના ગોળ પતીકા ટોળું વળીને ઊભા હોય, રાયના બોળાવાળી દેશી ગાજરની ચીરિયું રાહે બેઠીયુ હોય, કડવા કોઠીંબડાંની કાચરીઓ મોઢું ફાડીને હહતી હોય, કાંહાની તાહળીમાં ભગરી ભેંસનું શેડકઢુ દુધ દેખા દેતું હોય અને એવામાં જો ભઠ્ઠે શેકેલા ગોંડળીયા બે લાલ મરચા થાળીમાં ધૂબકો મારે તો ધબધબાટી બોલાવી દેય....!       રોટલો અને મરચું અમીર અને ગરીબ બન્નેના ભાઈબંધ, આ બન્નેની જુગલબંધી તો જમાવટ કરાવી દેય. ગુજરાતીમાં પણ જો વધારે તીખા માણસો હોય તો અમે કાઠિયાવાડી..., બાળપણમાં ગામડે
માણસ આગળ શિક્ષણ અને સંપતિ હોય એટલે એવૂં ના સમજી લેતા કે ત્યાં સંસ્કાર હશે જ, જો એવૂં જ હોય તો વ્રૃધ્ધાશ્રમ માં આંટો મારી લે જો સાહેબ ખબર પડી જશે એ કેટલા ભણેલા અને કેવી સંપતિ ના માલિક ના પરિવાર ના માલિક હતા...