મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

કુંભ સ્નાન

કુંભ સ્નાન...!       ગંગા નાહ્યા...જમુના નાહ્યા... સરસ્વતી નાહ્યા..., આવું ગામડે અમારા ભાભલા ખુલ્લી ચોકડીમાં ન્હાતા ન્હાતા ઊંચે અવાજે બોલતા એટલે શિયાળાની ટાઢ્ય પણ ઓછી લાગે અને તીર્થમા નાહ્યાનુ ફળ મળે. જ્યારે શહેરના લોકો બંધ બાથરૂમમા ન્હાતા ન્હાતા ‘આર.કોમમાં નાહ્યા... પાવરમા નાહ્યા... ચીટફંડમા નાહ્યા...’ એવું બોલી દુ:ખ હળવું કરે. આજદિન સુધી મને શેરબજારનો ‘શ’ નથી સમજાયો પરંતુ મારા આ ત્રણેય મિત્રોએ શેરબજારમા નાહીને થોડું પૂણ્ય લીધું છે એટલે શાહી સ્નાન કરતી વખતે સરસ્વતી નાહ્યા..., બોલીને પાછળ પાછળ ‘શેરબજારમા પણ નાહ્યા’ એવો ક્યારેક નિહાંકો નાંખી જાય છે.      કુંભમાં ત્રિવેણી સંગમ ઉપર આજે વસંત પંચમીના ત્રીજા શાહી સ્નાન માટે રાત્રીના બે વાગ્યાથી નીકળતા જુદા જુદા અખાડાના સાધુસંતોની શાહી સવારીનો નજારો જ કંઈક અલગ પ્રકારનો જોવા મળ્યો. પોષી પૂનમથી માહા સુદી પૂનમ સુધી માઘ મહિનામાં માઘસ્નાનનો મહીમાં ખુબ છે, એમા પણ રાત્રે ભરીને મૂકેલા માટલાના પાણીથી અને એનાથી વિશેષ કુવામા અને એનાથી વિશેષ નદી તળાવમાં નાહવાનો મહીમાં ખુબ છે. પાંચ મહિના પહેલા બદ્રીનારાયણ નજીક ઉદ્દભવ સ્થ...

જંગલ નૉ રાજા

જંગલ મે સુબહ જબ હિરન જાગતા હૈ તો સોચતા હૈ , આજ અગર મૈ જી જાન સે નહી ભાગા તો મારા જાઉંગા. ઉસી જંગલ મે શેર જાગતા હૈ તો સોચતા હૈ આજ અગર મૈ જી જાન સે નહી ભાગા તો ભુખા મર જાઉંગા. શેર હો યા હિરન ભાગના તો પડેગા. . .

વસંત પંચમિ

આજની વસંત પંચમી આ રીતે જ અનાયાસ ઉજવાઈ ગઇ. ભાઇ બહેનનો આ નિર્વ્યાજ પ્રેમ અને ઝઘડો પણ પ્રકૃતિનો જ એક ગુણ છે. શિયાળાની સવારે જે ઘરમાં આવો કલશોર મચે છે એ ઘરની પવિત્રતા અને શોભા કોઇ મંદિરથી કમ નથી. આજે આ બન્નેની રમતનાં કારણે મારું ઘર પણ પાવન થયું. જે હિંડોળે બેસી હું વાંચું લખું ત્યાં આ ધીંગામસ્તી જોઇ મન નાચી ઉઠ્યું. મને જાણે કે માણસ લેખે અભિશાપ સિવાય બીજું કાંઇ મળ્યું નથી એવું ઘણીવાર લાગે. કેમકે મને મારું બાળપણ કે એનાં કોઇ કિસ્સાઓ આજે યાદ નથી. મારી બહેનો મને યાદ કરાવે ત્યારે હું હા ભણી દઉં છું પણ મને એ કદી દ્રશ્યપટ પર આવતું નથી. પ્રકૃતિ વિના આ જગત ખંઢેર બની જશે. ત્યારે કદાચ બાળક જ આપણને ઉગારી લેશે..એટલે જ આપણે કહીએ છીએ ને કે બાળકમાં ભગવાન વસે છે..
માણસ આગળ શિક્ષણ અને સંપતિ હોય એટલે એવૂં ના સમજી લેતા કે ત્યાં સંસ્કાર હશે જ, જો એવૂં જ હોય તો વ્રૃધ્ધાશ્રમ માં આંટો મારી લે જો સાહેબ ખબર પડી જશે એ કેટલા ભણેલા અને કેવી સંપતિ ના માલિક ના પરિવાર ના માલિક હતા...

આઈ માં મચ્છરાળી મોગલ

બપોર નું ટાણું, સુરજ નારાયણ ઉપર આવેલા. ચૈત્ર-વૈશાખ નો ખુબ જ તાપ, એવે ટાણે અઢાર વરસની ની એક રાજપૂતની કન્યા નામ એનું સુજાનબા.. ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે…પણ રાજપૂત અને ચારણ ની દીકરી હોય એને પોતાની મર્યાદા ની ભાન હોય એ સ્વાભાવિક જ હોય. પણ રૂપ ,ગુણ, અમીરાત,ખમીરાત, ચારિત્ર ,લાજ સતીત્વ… આ બધું ભેગુમાલી એક રૂપમાં સામે ને હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી. ધીરા ધીરા ડગલાં ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણો ને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાન માં હરખાતી જાય.વળી ક્યાંક ચારણ આઇ ની ચરજુ ગણગણ્યા કરે છે… અઢાર વરસની રાજપૂત ની દીકરી ધીરી ધીરી ડગલાં ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાં આવતા હોય એવો અવાજ સંભળાણો.. અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઉભા રઇ ગયા… ઘોડેઅશ્વર ના લીલા વેશ છે. મોટી દાઢીયું છે…. આવા ઘોડેઅશ્વરો રાજપૂત ની દીકરીને કૂંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ (નવાબે) દીકરીને પૂછયું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો? ...

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...