પ્રેમ લગ્ન...!
લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?
લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોય, પરંતુ પ્રેમસંબંધોમા પ્રેમ તો ગુણો અને સ્વભાવને થવો જોઈએ, નહી કે ફક્ત રૂપને. રૂપ તો સમય જતા ક્ષીણ થતું જવાનું, ત્યારે પ્રેમ કોને કરશો...? હિરો હિરોઈનોને તો ત્રણ ચાર જગ્યા બદલવામા કોઈ ક્ષોભ નહી થાય પરંતુ આપણા સમાજમા એવું શક્ય છે...?
ક્યાંક આંખ મળી જવી, પ્રેમ થઈ જવો એમાં કંઈ ખોટું નથી, પરંતુ પારખીને પ્રેમ કરો અને પ્રેમને નિભાવી પણ જાણો..., કોલેજ જતા સીટીબસમાં ઊભા થઈ જગ્યા આપો ને પ્રેમ થઈ જાય અને કોલેજ છુટે ત્યાં પ્રેમ છુટો પડી જાય એ પ્રેમ નથી, એ તો મોહ છે.’ એક બીજાના ગુણ-સ્વભાવને સમજ્યા વગર, રૂપ જોઈ દિલ દઈ બેસવું અને પરણ્યા પછી સમય જતા સામ-સામે જંગે ચડવું ઘણુ પીડાદાયક હોય છે. પરિવારની ઉપરવટ જઈ કરેલા કાર્યમાં પછી તો જેમ હોય એમ કાઠિયાવાડી ભાષામાં ‘ગોબાવું’ પડે. મે ઘણા આવા જોડકાઓની વેદના જોયેલી છે, એટલે આ લખ્યું છે.
તાજેતરમાં આ દીપુએ રણવીરસિંહ સાથે લગ્ન કર્યા અને બે ચાર દિવસ પછી તો ચોપરા પણ પરણી પણ જશે ત્યાં તો ઘણા જુવાનિયાના દિલ ભાંગી ગયા હશે. ૧૯૯૫મા ટી.વાય.બીકોમ વખતે માર્ચ મહિનામાં BOMBAY ફીલ્મ રજુ થયેલી. એ ફીલ્મ જોઈને કાચી ઉંમરમાં હુ પણ મારાથી ઉંમરમાં મોટી એવી અભિનેત્રી મનિષા કોઈરાલાને દિલ દઈ બેઠેલો. સમય જતા છાપામાં સમાચાર આવેલા કે, એ શરાબનું સેવન કરે છે, ત્યારે હુ ભાંગી પડેલો...😂 એમ કોઈના ગુણ દોષને જાણ્યા જોયા વગર પ્રેમ કરવો એ પણ દુ:ખને નોતરૂ છે. માટે હે...!જુવાનીયાઓ...! એક બીજાને ઓળખીને પ્રેમ કરો અને કદાચ ઓળખ્યા વગર પ્રેમ થઈ જાય તો ‘નિભાવી’ જાણો...!!!😃😃😃
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો