બપોર નું ટાણું, સુરજ નારાયણ ઉપર આવેલા. ચૈત્ર-વૈશાખ નો ખુબ જ તાપ, એવે ટાણે અઢાર વરસની ની એક રાજપૂતની કન્યા નામ એનું સુજાનબા.. ગામની સીમમાં પોતાના બાપુને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે…પણ રાજપૂત અને ચારણ ની દીકરી હોય એને પોતાની મર્યાદા ની ભાન હોય એ સ્વાભાવિક જ હોય. પણ રૂપ ,ગુણ, અમીરાત,ખમીરાત, ચારિત્ર ,લાજ સતીત્વ… આ બધું ભેગુમાલી એક રૂપમાં સામે ને હાલ્યું જાતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી. ધીરા ધીરા ડગલાં ભરતી જાય, ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણો ને યાદ કરતી જાય, પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાન માં હરખાતી જાય.વળી ક્યાંક ચારણ આઇ ની ચરજુ ગણગણ્યા કરે છે…
અઢાર વરસની રાજપૂત ની દીકરી ધીરી ધીરી ડગલાં ભરતી એકલી હાલી જાય છે. એમાં પાછળથી ઘોડલાં આવતા હોય એવો અવાજ સંભળાણો.. અવાજ કાને પડતાં સુજાન ઘોડાઓને જગ્યા આપવા રાજપૂતની દીકરી પડખે હટી ગઈ. પણ ઘોડા આગળ ના નીકળ્યા પણ એ રાજપૂત દીકરી ને ફરતે ગોળ કુંડાળામાં ઉભા રઇ ગયા… ઘોડેઅશ્વર ના લીલા વેશ છે. મોટી દાઢીયું છે…. આવા ઘોડેઅશ્વરો રાજપૂત ની દીકરીને કૂંડાળે લીધી છે અને ઈ દળના મોભીએ (નવાબે) દીકરીને પૂછયું કે તું કોણ છો અને ક્યાં જાઓ છો?
ત્યારે દીકરી બોલી મારું નામ સુજાનબા છે . મારા બાપુનું ભાત લઈને જાઉં છું. નવાબ:- આવા તારા રૂપ અને ઉઘાડે પગે આવા ધોમ તડકામાં તું તારાબાપ માટે ભાત લઈને જાય એ સારું ના લાગે… આવા રૂપ તો કડીની હવેલી માં શોભે રાજા ને બંગલે શોભે. આટલી વાત સાંભળતા સુજાનબા સમજી ગઈ કે નવાબ ની નજર અને કહેણ શું છે અને શુ કહેવા માંગે છે. એણે સમજદારી પૂર્વક જવાબ આપ્યો… આપની વાત સાચી પરંતુ કોઈ દીકરી નું માંગું નાંખવું હોય તો એના બાપ પાસે વાત કરાય. અમારે રાજપૂતોમાં મર્યાદાનું પાલન કરવું પડે..

નવાબ બોલ્યો ક્યાં છે તારો બાપ, એનું નામ શું છે ? સુજાનબા: – મારા બાપુ વગડામાં ગાયું ચરાવે છે. એમનું નામ સુરસિંહ વાઘેલા છે. તમે ત્યાં ચાલો… આગળ સુજાનબા ચાલે છે એની પાછળ નવાબ નું બાર જણાનું ટોળું હાલતું આવે છે… આ બાજુ ઘોડાનો અવાજ સાંભળતાં ઝાડને છાંયે સુતેલા રાજપૂતને કાને પડે છે અને સામે નજર કરતાં આગળ સુજાનબા એની પાછળ મુસલમાનોનું દળ આવતું દેખાતા સૂરસિંહ પોતાની દીકરી ને પૂછે છે.. બેટા સુજાન આ કોણ છે ?
ત્યારે સુજાનબા બોલ્યા બાપુ આતો મેમાન છે! સુરસિંહ: – બેટા આવા મેમાન ? સુજાનબા: -હા બાપુ આપણા રાજપૂત ના ઘરે કોકદી આવા મેમાન પણ હોય ને કોકદી ઓલા મેમાન પણ હોય. સુરસિંહ: – બેટા…. આ મેમાન જોધપુર ના રાજાને પોસાય હું સુરસિંહ વાઘેલા છું મને આ ના પોસાય. જોધા ને અકબર પોસાય બાકી મારી દીકરી જો કડી ના બાદશાહ ને ત્યાં હોય તો હું રાજપૂતાણી ના પેટનો ના કહેવાઉં.. !! સુજાનબા: – બાપુ પણ લગન તો દેવા પડશે!.. સુરસિંહ: – તોય દેવા પડશે બેટા? સુજાનબા: – હા બાપુ… આટલી વાત સાંભળી સુરસિંહ ને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એણે કૈંક રસ્તો શોધ્યો હશે..
દીકરી ની વાત માની સુરસિંહે લગનની તિથિ આપી… કે આ તિથિએ તમે જાન લઈને આવજો.. અહીંથી બાદશાહ નું દળ કડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે. સાંજે સુરસિંહ પોતાની દીકરી ને પૂછે છે? બેટા શું વિચાર્યું છે તે? ત્યારે સુજાનબા એટલું બોલ્યા બાપુ રાજપૂતને વિચારવાનું ના હોય!.. નિર્ણય લેવાઈ ગયો હોય.. સુરસિંહ: – બેટા મનેતો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો… હવેતો બાપ દીકરી બેઉને ઝહેરઘોડાવા સિવાય બીજો ઉપાય નથી લાગતો.. સુજાનબા: – ભલે બાપુ ઝહેર ભલે ઘોળી લઈએ.
પણ બાપુ દરિયા બાજુ એક – બે અવાજ કરીયે તો? મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી ને નાનકડો કાળા કપડાનો કટકો રાખતી. પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું.. સુરસિંહ: – પણ દીકરી દરિયા બાજુ તો દ્વારિકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બઉ મોડું થઈ જાય.. દ્રૌપદી નો સાળી નો છેડો દુઃશાસન તાણાતો હતો પણ એ છેક કેડ થી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા. બેટા એ ભીષ્મપિતામહ જોઈ શકે હું ના જોઈ શકું… સુજાનબા:- હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કેતી. સુરસિંહ: – તો બેટા આપણે મોત ને મીઠું કરી લઈએ… આના સિવાય બીજો રસ્તો નથી…

સુજાનબા: – પણ બાપુ મારી માં કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતો ને મર્યાદાના સંકટ પડે તેદી ચારણ ની ડોશીયુંને યાદ કરવા જોઈએ …. એ આઇયું ને યાદ કરે એને મરવાનું ના હોય આઇયું આપણી વારે જરૂર આવશે.. હું એની વાત કરું છું બાપુ. સુરસિંહ: – બેટા એ કઈ માંજીની તું વાત કરે છે!! સુજાનબા: – મને એ આઈનું નામ યાદ નથી, પણ એ દરિયા કાંઠે બેઠી છે… મને એનું નામ નથી યાદ આવતું. (વાત કરતાં અચાનક આઇનું નામ યાદ જીભેથી નીકળે છે) બાપુ એ આઈ મોગલ …. મોગલ …. મોગલ … હા બાપુ એનું નામ મોગલ છે.
મારી માં કાયમ કેતી હતી કે એ ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈ ની ચરજૂં ગાતી… આટલી વાત કરતાં સુજાનબા ની ભુજાઓ ફરકવા મંડી, શરીર આખું ધ્રુજવા મંડ્યું…. કારણકે અંતરથી જેદી સાદ થાય ત્યારે માણસ નું રોમેરોમ કૈંક અલગ જ વર્તન કરતું હોય છે… અહીં વિરમગામ નજીક માં નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાદ સુણી.. આઈ મોગલ ઓખાથી રવાના થયાં અને પલ ભર માં કડી ના બાદશાહ ને ત્યાં પહોંચ્યા.. કડીના બાદશાહ ને ઢોલીયેથી હેઠો પછાડ્યો. ત્યારે બાદશાહ ના મોઢેથી હે “માં” શબ્દ નીકળ્યો…
માં શબ્દ સાંભળતા આઈ મોગલે કહયું “માં” કહ્યું છે એટલે મારતી નથી, તું ભાગ… તને ખબર પડે કે કોઈઉપર કપરી મીટ(નજર) માંડવાના શું પરિણામ આવે છે… કડીનો બાદશાહ પોતાના મહેલ થી ભાગવા મંડ્યો એની પાછળ મોગલ માં ચાલતા જાય છે….. જંગલો, નદિયોં, ડુંગરાઓ, શહેરો… આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે… ક્યાંક ઉભો રહે એટલે મોગલ માં આવતી દેખાય છે… ત્યારે કાગબાપુ નું એક ગીત યાદ આવે…. “બાઈ તારા છોરું ને સંતાપ્યા ને દેવળ દુભાવ્યા … એ …. આઈ તેદી ભેળિયો ઉતારી ને ભેઠ તેં વાળી રે.. મચ્છરાળી મોગલ…. આઈ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીયે…. ”
ખુબજ ભાગતા આગળ ગોહિલવાડ ના એક ગામમાં બાદશાહ પહોચેં છે… ગામજનો ને પોતે કડીનો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ બાઈ આવે છે એને નો કહેતા કે હું અહી સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો… બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે.. પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું પૂછે છે તો ગામલોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું…
પણ માતાજી બધું જણાતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજા ને તોળાતાં જાય છે અને બાદશાહ જે ઘરમાં છે એનું તાળું સૌથી છેલ્લે તોળે છે…. બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજીવાર આવી ભૂલ નઈ કરે આવું વચન આપે છે … “માં” શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે… બાદશાહ ના ગયા પછી માતાજી ગામમાં ઉભા છે…. આઇનું રૂપ ફરી ગયું છે, ભુજાઓ ફરકે છે.. આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામ માં કોઈ તાળું નઈ મારે… આઈની આ વાત સાંભળી ને ગામજનો કહે છે કે માં જો તાળા નઈ મારીએ તો અમારા માલ -સામાન ની રક્ષા કોણ કરશે?
આઈ કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નઈ કરો તોપણ ચાલશે અને જો કોઈ તમારો સામાન ચોરી કરશે તો હું એની આંખોની બોટિયું બારી નો કાઢી નાખું તો હું મોગલ નો કેવાવ…. આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ “ભગુડા” રાખજો.. કારણ કે બાદશાહ ભાગીને અહી આવ્યો છે. બાદશાહ ભગોડો કેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે. તમારી રક્ષા કરવા હું કાયમ અહી બેઠી છું… એવું કહેવાય છે કે ત્યારથી આઈ ભગુડા બિરાજે છે… આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલ નું ભવ્ય મંદિર છે…. જ્યાં આજેપણ માતાજી હાજરાહજૂર છે.. ફક્ત આપણને શ્રદ્ધા હોવી જોઈએ…..
!! *જય જય જય માંગલ* !!

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો