આજની વસંત પંચમી આ રીતે જ અનાયાસ ઉજવાઈ ગઇ. ભાઇ બહેનનો આ નિર્વ્યાજ પ્રેમ અને ઝઘડો પણ પ્રકૃતિનો જ એક ગુણ છે. શિયાળાની સવારે જે ઘરમાં આવો કલશોર મચે છે એ ઘરની પવિત્રતા અને શોભા કોઇ મંદિરથી કમ નથી. આજે આ બન્નેની રમતનાં કારણે મારું ઘર પણ પાવન થયું. જે હિંડોળે બેસી હું વાંચું લખું ત્યાં આ ધીંગામસ્તી જોઇ મન નાચી ઉઠ્યું. મને જાણે કે માણસ લેખે અભિશાપ સિવાય બીજું કાંઇ મળ્યું નથી એવું ઘણીવાર લાગે. કેમકે મને મારું બાળપણ કે એનાં કોઇ કિસ્સાઓ આજે યાદ નથી. મારી બહેનો મને યાદ કરાવે ત્યારે હું હા ભણી દઉં છું પણ મને એ કદી દ્રશ્યપટ પર આવતું નથી. પ્રકૃતિ વિના આ જગત ખંઢેર બની જશે. ત્યારે કદાચ બાળક જ આપણને ઉગારી લેશે..એટલે જ આપણે કહીએ છીએ ને કે બાળકમાં ભગવાન વસે છે..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો