મુખ્ય સામગ્રી પર જાઓ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...    
             
                  જુનાગઢ


ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો
મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે.

હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયેલા આ પરિવારે જુનાગઢના રુદ્રેશ્વર જાગીરના મહંત ઇન્દ્રભારતી બાપુને વર્ષ ૨૦૦૪માં ગિરનારની ગોદમાં આવેલ ઘાંટવડ ખાતેની પોતાની ૨૭ વીઘા જમીન અર્પણ કરી હતી. જેમ સમય વીતતો ગયો તેમ ઇન્દ્રભારતી બાપુએ આ જગ્યાને આધ્યાત્મિક આશ્રમનું રૂપ આપી શ્રદ્ધા અને ભક્તિ અને અનુષ્ઠાનું પ્રતિક બનાવ્યું. બાપુએ આ આશ્રમમાં ૪૦૦ જેટલા આંબા ઉછેરી આંબાવાડી બનાવી. બાપુ દ્વારા આ જગ્યાએ કાયમ ભગવાનની આરાધના અને ભક્તોને આધ્યાત્મિક જ્ઞાનની જાંખી કરાવતા, જોત જોતામાં આ જગ્યા એક વિશાલ અધ્યાત્મિકતાનું કેન્દ્ર બની ગયું. સંતો-મહંતોની અમૃતવાણીની સાથે સાથે સંત આરાધના-સંતવાણી સહિતના કાર્યક્રમોથી આશ્રમ અવારનવાર ગુંજી ઉઠતો.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ રાજકોટના દાતા પરિવારના ધંધામાં પણ ઓટ આવતી ગઈ. એક સમય એવો આવ્યો કે આ પરિવારનો ધંધો એકદમ મંદ પડી ગયો અને આર્થિક સંકડામણે અજગરી ભરડો લઇ લીધો. છતાં પણ આ પરિવારની દિલેરીભરી જીવનયાત્રામાં ક્યારેય ઉણપ ન આવી. રાજકોટના પરિવારની દારુણ સ્થિતિને લઈને ઇન્દ્રભારતી ભાપુએ એક મોટો નિર્ણય લીધો. તાજેતરમાં શ્રાવણમાસની પુર્ણાહુતી નિમિત્તે બાપુએ આશ્રમમાં અનુષ્ટાન કરી રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં રાજકોટનો પરિવાર પણ સહભાગી બન્યો. ભજનની રામઝટ જેમ બોલતી ગઈ તેમ ઉપસ્થિત ભાવિકો રસ-તરબોળ બનતા જતા હતા. ત્યાં ઇન્દ્રભારતી બાપુએ માઈક હાથમાં લઇ એક જાહેરાત કરી પ્રથમ રાજકોટના એ પરિવારની વર્ષો પૂર્વેની જમીનના દાનની દીલેરીને બાપુએ તમામની હાજરીમાં બિરદાવી, ત્યારબાદ ચડતી પડતીના કુદરતના ક્રમને જીવનનો ભાગ ગણી એ પરિવારે વર્ષો પૂર્વે જે લાખો રૂપિયાની ૨૭ વીઘા જમીન દાન કરી હતી તે જમીન બાપુએ પરત કરી રહ્યો છું એવી જાહેરાત કરી. સંતની દિલેરીભરી જાહેરાતને તમામ ભાવિકોએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સંત ઇન્દ્રભારતી બાપુની આ દિલેરીએ સૌરાષ્ટ્રના સંતો મહંતોની અનેરી પ્રતિષ્ઠામાં વધારો કરી ચાર ચાંદ લગાવી દીધા છે.  ઇન્દ્રભારતી બાપુએ કરેલ આજાહેરાતને,,,,,,,

વાહ બાવલિયો વાહ.... જય ગિરનારી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગરીબના દિલની અમીરી

👉 " ગરીબના દિલની અમીરી " એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા. દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને ...

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિ...