મુખ્ય સામગ્રી પર જાઓ

કુંભ સ્નાન

કુંભ સ્નાન...!
      ગંગા નાહ્યા...જમુના નાહ્યા... સરસ્વતી નાહ્યા..., આવું ગામડે અમારા ભાભલા ખુલ્લી ચોકડીમાં ન્હાતા ન્હાતા ઊંચે અવાજે બોલતા એટલે શિયાળાની ટાઢ્ય પણ ઓછી લાગે અને તીર્થમા નાહ્યાનુ ફળ મળે. જ્યારે શહેરના લોકો બંધ બાથરૂમમા ન્હાતા ન્હાતા ‘આર.કોમમાં નાહ્યા... પાવરમા નાહ્યા... ચીટફંડમા નાહ્યા...’ એવું બોલી દુ:ખ હળવું કરે. આજદિન સુધી મને શેરબજારનો ‘શ’ નથી સમજાયો પરંતુ મારા આ ત્રણેય મિત્રોએ શેરબજારમા નાહીને થોડું પૂણ્ય લીધું છે એટલે શાહી સ્નાન કરતી વખતે સરસ્વતી નાહ્યા..., બોલીને પાછળ પાછળ ‘શેરબજારમા પણ નાહ્યા’ એવો ક્યારેક નિહાંકો નાંખી જાય છે.

     કુંભમાં ત્રિવેણી સંગમ ઉપર આજે વસંત પંચમીના ત્રીજા શાહી સ્નાન માટે રાત્રીના બે વાગ્યાથી નીકળતા જુદા જુદા અખાડાના સાધુસંતોની શાહી સવારીનો નજારો જ કંઈક અલગ પ્રકારનો જોવા મળ્યો. પોષી પૂનમથી માહા સુદી પૂનમ સુધી માઘ મહિનામાં માઘસ્નાનનો મહીમાં ખુબ છે, એમા પણ રાત્રે ભરીને મૂકેલા માટલાના પાણીથી અને એનાથી વિશેષ કુવામા અને એનાથી વિશેષ નદી તળાવમાં નાહવાનો મહીમાં ખુબ છે. પાંચ મહિના પહેલા બદ્રીનારાયણ નજીક ઉદ્દભવ સ્થાનમા સરસ્વતીજી નદી પ્રગટ થઈ અને લૂપ્ત થતા દર્શન કરેલા જે આજે પ્રયાગરાજમા ગંગા-યમુના અને ગુપ્ત સરસ્વતીજીના આ સંગમમાં વસંત પંચમીના ત્રીજા શાહીસ્નાનમા સ્નાન કરવાનો મોકો મળ્યો. કુભસ્નાનનો મહિમા ખુબ જ લંબાણપૂર્વક છે પરંતુ ટૂંકમાં શ્રદ્ધા અને આસ્થાની ભાવનાથી જોઈએ તો કુંભસ્નાનનુ માહાત્મ્ય પાપમૂક્ત બની મોક્ષમાર્ગે લઈ જનારુ છે, જ્યારે મને થયેલી અનુભૂતિ પ્રમાણે તો કુંભસ્નાન આત્માને શાંતિ અને સુકૂન આપનારુ છે...!!!

-બેરખા મંડળ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Devayat khavad || સુરવીરતાં ની વાતો ..દેવાયત ખવડ

દેશી ભાણું

અમારુ કાઠિયાવાડી ભાણું...!      હેમાળાનો ટાઢોબોળ વા વાતો હોય, કડકડતી ટાઢ્યમાં ભૂખ ભમરાળી ગાંડી થઈ હોય એવામાં વાળુટાણે ચાંચ બંદરનો દેશી બાજરો ઘંટલે દળ્યો હોય, લાકડાની કથરોટમાં સાત પાણીએ લોટ મહળ્યો હોય, ત્રણ પાણાનો મંગાળો કરી અડાયા છાણાંના ધીમા તાપે રોટલો ચડવ્યો હોય અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસના માખણનો લોંદો લહરતો જાતો હોય, શિયાળબેટના રીંગણાને ભઠ્ઠામાં શેકી માંડવીના તેલમાં વધારેલો ઓળો હોય ને માથે કોથમીરના પાંદડા વેરેલા હોય, થાળીની કોરે અડીંગો જમાવી બેઠેલો રબડાનો દેશી ગોળ ચટણી હારે વાતો કરતો જતો હોય અને બાજુમાં લીલી હળદરના ગોળ પતીકા ટોળું વળીને ઊભા હોય, રાયના બોળાવાળી દેશી ગાજરની ચીરિયું રાહે બેઠીયુ હોય, કડવા કોઠીંબડાંની કાચરીઓ મોઢું ફાડીને હહતી હોય, કાંહાની તાહળીમાં ભગરી ભેંસનું શેડકઢુ દુધ દેખા દેતું હોય અને એવામાં જો ભઠ્ઠે શેકેલા ગોંડળીયા બે લાલ મરચા થાળીમાં ધૂબકો મારે તો ધબધબાટી બોલાવી દેય....!       રોટલો અને મરચું અમીર અને ગરીબ બન્નેના ભાઈબંધ, આ બન્નેની જુગલબંધી તો જમાવટ કરાવી દેય. ગુજરાતીમાં પણ જો વધારે તીખા માણસો હોય તો અમે કાઠિયાવાડી..., બાળપણમાં ગામડે
માણસ આગળ શિક્ષણ અને સંપતિ હોય એટલે એવૂં ના સમજી લેતા કે ત્યાં સંસ્કાર હશે જ, જો એવૂં જ હોય તો વ્રૃધ્ધાશ્રમ માં આંટો મારી લે જો સાહેબ ખબર પડી જશે એ કેટલા ભણેલા અને કેવી સંપતિ ના માલિક ના પરિવાર ના માલિક હતા...