મુખ્ય સામગ્રી પર જાઓ

બરડા ડુંગર ફરતે ઐતિહાસિક સ્મારકો

બરડા ડુંગર ફરતે ઐતિહાસિક સ્મારકો

જેતાવાવ, નવલખા મહેલ, સોન કંસારીના ડેરા સહિત રમણીય વિસ્તારને વિકસાવવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગ ધમધમે

દેવભૂમિ દ્વારાક જિલ્લામાં ભાણવડથી માત્ર પાંચ કિલોમીટર દૂર આવેલા બરડા ડુંગર વિસ્તારમાં અનેક પર્યટન સ્થળો ઉપરાંત ઐતિહાસિક સ્મારકોનો લખલૂટ ખજાનો હોવા છતાં અન્ય પ્રવાસન સ્થળોની સરખામણીએ અહીં ઓછા પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પૂરતી સુવિધાઓ પુરી પાડીને સ્થળને વિકસાવવામાં આવે તો પ્રવાસન ઉદ્યોગ ધમધમી શકે તેમ છે.
ઐતિહાસિક ધૂમલી ગામનો ગૌરવવંતો ઇતિહાસ પણ બેજોડ છે. દસમી સદીના અનેક શિલ્પ અને સ્થાપત્યો અહીં અસ્તિત્વમાં છે. જેમાં મૈત્રક મંદિરોના અનેક સ્મારકો છે.
ધૂમલી અને આજુબાજુ સૌથી વિશેષ સંખ્યાનાં મંદિરો મૈત્રક કાલીન મંદિરો છે. ધૂમલીમાં સોનકંસારી મંદિર સમુહનાં મુખ્ય ચાર મંદિરો મૈત્રક મંદિરો છે. ભૃગકુંડનું હાલ સાધુના નિવાસસ્થાનવાળું મંદિર મૈત્રખ છે. બાજુના મેવાસાનું છેલેશ્વર મંદિર, ભવનેશ્વરનું ભગ્ન મંદિર અને પાસ્તરમાં સદેવંત સાવલિંગાનું મંદિર વગેરે આ વિસ્તારમાં મૈત્રક મંદિરો છે. આ મંદિરોમાં શિવ, વિષ્ણુ અને સૂર્યનાં મંદિરો છે.
પર્વત ઉપર દેવાલયો

ગુજરાતમાં પ્રાપ્ત મંદિરોમાં ગોપ મંદિર અને જૂનાગઢનું દામોદરરાયનું મંદિર તેમજ સોનકંસારીનું વિષ્ણુ મંદિર બાદ કરતા બાકીના મંદિરો મૈત્રિકકાલીન છે. મૈત્રક રાજ્યના જેમ સંખ્યાબંધ અભિલેખો મળ્યા છે, તેમ આ રાજ્યકાળ દરમિયાન બંધાયેલાં મંદિરોની સંખ્યા ઘણી મોટી છે. સમગ્ર ભારતીય મંદિર પરંપરામાં મૈત્રક મંદિરો એની આગવી વિશિષ્ટતા રાખે છે. આ કાળના એઠલે કે ઇ।સ.ની છઠ્ઠી, સાતમી અને આઠમી સદીનાં મંદિરો વરાહમિહિરની 'બૃહતસંહિતા'ને આધારે બંધાયેલા છે. બૃહત્ સંહિતામાં 'પ્રાસાદલક્ષણમ્' નામનો એક ખાસ અધ્યાય આપવામાં આવ્યો છે. આ 'પ્રાસાદલક્ષણમ્' માં મંદિરો બાંધવા વિશેના ચોક્કસ વિધાનો મળે છે. આ ગ્રંથમાં પ્રકૃતિના વિરલ સ્વરૃપોની મધ્યે એટલે કે પર્વત ઉપર ,નદી કિનારે કે સંગમસ્થાને દેવાલયો બાંધવાનું જણાવાયું છે. અદ્યાપિપ્રાપ્ત મૈત્રક મંદિરો પ્રકૃતિનાં આવા સ્વરૃપોની મધ્યે આવેલાં જણાય છે. મૈત્રક મંદિરોની વિશિષ્ટતા ખાસ કરીને એની શિખર શૈલીમાં જોઇ શકાય છે. આ શૈલી ત્રણ પ્રકારની છે. છાદ્યાન્વિત શિખરશૈલી, રેખાન્વિત શિખરશૈલી અને વલ્લભી છાંદજ શિખરશૈલી... આ શૈલીઓમાં છાદ્યાન્વિત શિખરશૈલીમાં પગથિયાના આકારે શિખર બંધાયેલું હોય છે.
ભૃગુકુંડ
ધૂમલી ભૃગુકુંડ ઉપર આવેલું મૈત્રક મંદિર હાલ તદ્દન ભગ્ન હાલતમાં છે. આ મંદિરની માત્ર પીઠિકા જ બચેલી છે અને એ પીઠિકા ઉપર સાધુ-બાવાઓઓએ પોતાનાં રહેણાંક માટે ઓરડો બાંધેલો છે. અવશિષ્ટ રહલેી આ પીઠિકા મૈત્રકકાલીન ચૈતન્યબારીનાં શિલ્પો ધરાવે છે. સંભવતઃ આ વિષ્ણુ મંદિર હતું કારણકે પીઠિકામાં ક્યાંય જલધારીની નિશાની જોવા મળતી નથી.
નવલખા મંદિર તથા ગણેશ મંદિર
આ ઉપરાંત ધૂમલીના નવલખા મંદિર પાસે આવેલું ગણેશ મંદિર પણ મૈત્રકકાલીન હોવાનું ઘણા વિદ્વાનો માને છે. જો કે આ મંદિર એની ઊંચાઇને કારણે સૈંધવ મંદિર હોય એમ લાગે છે.
આભપરો તથા બરડો ડુંગર અને બાપુની વાવ
ધૂમલીની નજીકમાં જ આવેલ ત્રિકમાચાર્યજી બાપુની વાવ ઉપરાંત બરડા ડુંગ રઅને તેની ટોચે આભપરા પર્વત ઉપર મંદિર તથા તળાવ સહિતના પર્યતન સ્થળો તેમજ નજીકમાં આવેલ કિલેશ્વર અને બિલેશ્વર મંદિરો, મોડપરનો ઐતિહાસિક ગઢ સહિત અનેક જગ્યાઓ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોવા છતાં અનેક અસુવિધાઓનેક ારણે પૂરતો વિકાસ થઇ શકતો નથી.
આમ, સરકારે બરડા ડુંગર નજીકનાં આ પર્યતન ધામોનો વિકાસ કરવા માટે પુરતી સુવિધાઓ વધારવી જરૃરી બની છે.

ગાઇડની કોઇ સુવિધા નથી !

સામાન્ય રીતે પ્રવાસનધામોમાં ગાઇડની નિમણુંક કરવામાં આવે છે અને તેઓ પ્રાચીન અને ફરવાના સ્થળો વિશે વિસ્તૃત જાણકારી પ્રવાસીઓને આપે છે. પરંતુ ઐતિહાસિક ધૂમલી ગામે અનેક ફરવાલાયક જગ્યાઓ હોવા છતાં તેની જાણખારી આપવા માટે કોઇ જ ગાઇડની સુવિધા સરકારે કરી નથી તેથી અજાણ્યા પ્રવાસીઓ મહત્વની જાણકારી મેળવ્યા વગર પરત જાય છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયે...

ગૌચર થયાં ગુમ

🙏 #જય_શ્રી_ફક્કડાનાથ 🙏 "#ગૌચર" શબ્દ આમ તો ચવાઈ ગયેલ શબ્દ કરતાં ચરાઈ ગયેલો શબ્દ કહેવું મારા મતે વધુ યોગ્ય કહેવાશે. પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ શબ્દ ઘણાં વર્ષોથી આશાનું આથમેલુ કિરણ સાબિત થઈ રહ્યુ છે. પશુઓ માટે ચરિયાણ ની પુરતી જમીન આપવી તે તંત્રની મુળભુત ફરજ છે અને પશુપાલકો નો મુળભુત અધિકાર કહીએ તો પણ અતિશયોક્તિ નથી. તંત્ર ફરજ ચુકી રહ્યુ છે તે સૌ જાણે છે અને ઘણા સંગઠનો નિંદ્રાધીન તંત્ર ને જગાડવા માટે પણ મથી રહ્યા છે પણ પરિણામ કેટલું ??  એ તો મહેનત કરનાર જ જાણે. શ્ર્વેત ક્રાન્તિ નો યશ લેનારાઓ ગુમ થયેલા ગૌચરો નો પણ યશ લે તો કેવુ સારું ?? સરકારશ્રી દ્વારા પણ ગૌ અને ગૌચર વિકાસ નિગમ નામનું એક સરસ મજાનું આર્ટીફીશીયલ (દેખાવડું)  સ્વતંત્ર નિગમ કામ કરી રહ્યુ છે પણ તે ગૌચર વિકાસ-સુધારણા અને ચરિયાણ જમીન બચાવવા મહેનત કરે છે કે ચરી જનારા ને મજબુત કરવા મથે છે તે કદાચ કોઈ જાણી શક્યુ હોય એવુ જણાતું નથી. "ન્યાય નિતી સૌ નાના ને મોટાને સૌ માફ" ના નિયમ મુજબ આ બધા જ તાયફાઓ ને અંતે ભોગવવાનું તો સામાન્ય માલધારી અને પશુપાલક ને જ આવે છે. પશુપાલકો નો માલ ગુમ થયેલા ગૌચર...

ગરીબના દિલની અમીરી

👉 " ગરીબના દિલની અમીરી " એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા. દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને ...