મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જાન્યુઆરી, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સૌરાષ્ટ્ર ના સંતો

ધન્ય છે આવા સંત ને...                                     જુનાગઢ ઇન્દ્રભારતી બાપુએ દાનમાં મળેલી ૨૭ વીઘા જમીન રાજકોટના પરિવારને કેમ પરત કરી? જાણો મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ: સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દોઢ દાયકા પૂર્વે કીર્તિનો ચંદ્ર સોળે કાલે ખીલ્યો હતો તે શ્રીમંત પરિવારને આ સંત મહાત્માએ કરોડો રૂપિયાની દાનમાં મળેલી ૨૭ વીઘાનું જમીનમાં વિકસાવેલ ફાર્મ એ પરિવારને પરત કરી દીધી છે. હકિકત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર વિસ્તારમાં બંગલામાં રહેતા એક પરિવારમાં ધંધાની સાથે ધાર્મિક- આધ્યાત્મિક ભાવના પણ ભારોભાર ભરેલી, રાજકોટની આ કે. રશિકલાલ એન્ડ કંપનીનો બંગલો હમેશા સંતો મહંતોનો ઉતારો બનીને રહ્યો છે. ધંધાની આગવી સુજ અને ભગવાનની અસીમ કૃપાથી આજથી દોઢ દાયકા પૂર્વે આ પરિવારનો સિતારો બુલંદ હતો. ધન-દોલતની સાથે કીર્તિ અને નામના કમાયેલા આ પરિવારે જુનાગઢના રુદ્રેશ્વર જાગીરના મહંત ઇન્દ્રભારતી બાપુને વર્ષ ૨૦૦૪માં ગિરનારની ગો

પ્રેમ લગ્ન

પ્રેમ લગ્ન...!       લાખો યુવાદિલોની લાગણીઓની બલિ ચડે ત્યારે એક અભિનેત્રીના લગ્ન થતા હોય છે. દિવાળીની રજાઓમાં ગામની બજારે ઓટલા પરિષદમાં બલિ બનનાર આવા જ એક જુવાનિયાએ મોબાઈલમા આ બન્નેનો ફોટો બતાવી મને પૂછ્યું હતું કે, આ સોપડા(પ્રિયંકા ચોપરા) અનેે  દીપુ(દીપિકા પદુકોણે) પ્રેમલગન કરશે, તે ટકશે એનું..? કેમ લાગે તમને...? પ્રેમલગ્ન વિષે તમારુ શું કહેવું છે...?        લગ્ન બાબતે તો અમારે કાઠિયાવાડમાં ચાલીસ કી.મીના વિસ્તારમાં દિકરા-દિકરીઓને વરાવવા જોણ કરે તો પણ ચાલીસેક જણા લાગતા વળગતાને પૂછપરછ કરે; છોકરો સ્વભાવે કેવો છે...? કમાય છે કે નહી...? આ બધુ દિકરીના સુખી ભવિષ્ય માટે એક બાપને બળતરા થતી હોય. આજના સમયમાં યુવા જગતનું આદર્શ હિરો-હિરોઈનો વધારે છે. ગ્લેમરની દુનિયામાં રૂપ અને સંપતિને વધારે પ્રાધાન્ય અપાય છે. એટલે યુવાદિલોમાં પ્રેમલગ્નો પણ ઘણીવાર સમજ્યા વગરનું આંધળું અનુકરણ પણ હોઈ છે. મન મળતા હોય તો પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોઈ શકે. હુ પણ પ્રેમલગ્નનો સમર્થક છું. એક બે જોડાને ભેગા કરવામાં ભાગ પણ ભજવ્યો છે. સમાજના બદલતા જતા પ્રવાહમાં પ્રેમલગ્નનો વિરોધ ક્યારેય ન હોય, પરંતુ પ્રેમસંબંધોમા

દેશી ભાણું

અમારુ કાઠિયાવાડી ભાણું...!      હેમાળાનો ટાઢોબોળ વા વાતો હોય, કડકડતી ટાઢ્યમાં ભૂખ ભમરાળી ગાંડી થઈ હોય એવામાં વાળુટાણે ચાંચ બંદરનો દેશી બાજરો ઘંટલે દળ્યો હોય, લાકડાની કથરોટમાં સાત પાણીએ લોટ મહળ્યો હોય, ત્રણ પાણાનો મંગાળો કરી અડાયા છાણાંના ધીમા તાપે રોટલો ચડવ્યો હોય અને એ ફુલેલા દડા જેવા રોટલા ઉપર જાફરાબાદી ભેંસના માખણનો લોંદો લહરતો જાતો હોય, શિયાળબેટના રીંગણાને ભઠ્ઠામાં શેકી માંડવીના તેલમાં વધારેલો ઓળો હોય ને માથે કોથમીરના પાંદડા વેરેલા હોય, થાળીની કોરે અડીંગો જમાવી બેઠેલો રબડાનો દેશી ગોળ ચટણી હારે વાતો કરતો જતો હોય અને બાજુમાં લીલી હળદરના ગોળ પતીકા ટોળું વળીને ઊભા હોય, રાયના બોળાવાળી દેશી ગાજરની ચીરિયું રાહે બેઠીયુ હોય, કડવા કોઠીંબડાંની કાચરીઓ મોઢું ફાડીને હહતી હોય, કાંહાની તાહળીમાં ભગરી ભેંસનું શેડકઢુ દુધ દેખા દેતું હોય અને એવામાં જો ભઠ્ઠે શેકેલા ગોંડળીયા બે લાલ મરચા થાળીમાં ધૂબકો મારે તો ધબધબાટી બોલાવી દેય....!       રોટલો અને મરચું અમીર અને ગરીબ બન્નેના ભાઈબંધ, આ બન્નેની જુગલબંધી તો જમાવટ કરાવી દેય. ગુજરાતીમાં પણ જો વધારે તીખા માણસો હોય તો અમે કાઠિયાવાડી..., બાળપણમાં ગામડે

મેરેજ

જેવી રીતે નાના બાળકને સમજાવી ફોસલાવી નિશાળે ભણવા લઈ જાય, એવી જ રીતે એકવીસમી સદીના પ્રારંભે ૧૬ જાન્યુઆરી ૨૦૦૧ ના દિવસે સગા સ્નેહીઓ ભેગા મળી એક મૂરતિયાને સમજાવી ફોસલાવી ગૃહસ્થાશ્રમની પાઠશાળાએ ભણવા લઈ ગયા. પગથીએ ઊભો રાખી ગોર મહારાજના મંત્રોચ્ચાર વચ્ચે સાસુમાએ નાક ખેંચી મંડપ પ્રવેશ કરાવ્યો. જમણી બાજુ બેઠેલી જાનડીયુ મીઠા મધુરા ગીતાે ગાતી હતી તો ડાબી બાજુ ડાબેરીઓ જેવી માંડવીયુ ભવા ચડાવીને ફટાણા ફોડતી હતી, તો પાછળ બેસી માંખ્યુ ઉડાડતુ મિત્રવર્તુળ માંડવીયુ ઉપર નજર માંડીને પોતાનુ ભવિષ્ય શોધવામા મશગૂલ હતું. એવામાં ગોરદાદાએ ખભે ગમ્છો નાંખી હાકલો પાડ્યો ‘સમય વર્તે સાવધાન..., કન્યા પધરાવવાનો સમય...!!! ત્યાં તો યુવાનીના ઉંબરે ઊભેલી એક નાજુક નમણી નારને બાવડુ પકડી બહેનપણીઓ માંડવામા લઈ આવી. વાશી ઉત્તરાયણના પતંગને લંગર નાખી લપેટે એમ કન્યાએ વરરાજાની ડોકમાં વરમાળા નાંખી લૂંટી લીધો. કુંવારા ભાઈબંધોએ પોતાના શમણાઓને દબાવીને તાળીઓના ગડગડાટથી પ્રસંગને વધાવી લીધો. ગોરદાદાએ બે છેડાની ગાંઠ બાંધી ત્યાં તો જાનડીયુએ ગીત ઉપાડ્યું..., રામે ધનુષ્ય ભાંગ્યુ રે સદાશિવનું રે... ત્યાં તો આવ્યા છે પરશોરામ, ધનુષ્ય ક